મોરબીના ત્રાજપર ગામમાંથી જાહેરમાં જુગાર રમતા બે ખેલીઓ ઝડપાયા
copy image

મોરબી ખાતે આવેલ ત્રાજપર ગામમાંથી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મોરબી ખાતે આવેલ ત્રાજપર ગામના ચોરા નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રંગે હાથ ઝડપ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.