કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી નજીકના પ્લોટ વિસ્તારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી : બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો
સૂત્રો જણાવી રહ્યા છે કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી નજીકના પ્લોટ વિસ્તારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી હતી. જાણવા મળી રહ્યું છે કે, બાવળની ઝાડીમાં લાગેલી આગ થોડા જ સમયમાં ખૂબ વધુ ફેલાઈ હતી. મોરબી હાઈવે પર લાગેલી આગના કારણે અફડાતફડી મચી જવા પામી હતી. આકાશમાં ઊંચે સુધી અગ્નિ જ્વાળાઓ જોવા મળી હતી. આ બનાવ અંગે ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અગ્નિશમન દળની ટીમ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.