ભુજમાં એક શખ્સ સાથે રૂા. 2.71 લાખની ઠગાઈ થતા ફરિયાદ

copy image

copy image

ભુજમાં એક શખ્સ સાથે રૂા. 2.71 લાખની ઠગાઈ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં આવેલ કાર શો રૂમમાં અકસ્માતગ્રસ્ત કારના સમારકામમાં અમુક સ્પેર પાર્ટસ ન નાખી કારધારક સાથે રૂા. 2.71 લાખની છેતરપિંડી કરવામાં આવેલ  હતી. આ મામલે મૂળ પાટણ બાજુના દિનેશકુમાર શંકરજી ઠાકોર દ્વારા ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની ક્રેટા ગાડીના અકસ્માત બાદ વીમા કંપની દ્વારા ગાડી સમારકામ માટે જે સ્પેર પાર્ટનો વીમો મંજૂર થયો હતો તે મુજબ અમુક સ્પેર પાર્ટસ ભુજના મિરજાપર રોડના બી. મંગતરામ હુન્ડાઇ કંપનીના શો રૂમના બોડીશોપ મેનેજર દ્વારા ન રાખી અને બાદમાં  વીમાના રૂા. 2,71,561.75 મેળવી ફરિયાદી સાથે ઠગાઈ આચરી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.