જુદા જુદા વેપારીઓને 6.34 લાખની કોસ્ટમેટિક વસ્તુઓ વેચવાના બહાને લાખો રૂપિયા બારોબાર પચાવી જનાર સેલ્સમેન વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે માધાપરના સ્વસ્તિક ફાર્મા દુકાનના સેલ્સમેન વિરુદ્ધ જુદા જુદા વેપારીઓને 6.34 લાખની કોસ્ટમેટિક વસ્તુઓ વેચવાના બહાના તળે તેના નાણાં ચાઉં કરી જતાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરના ગાંધી સર્કલ પાસે સ્વસ્તિક ફાર્મા નામની દુકાન ધરાવતા ક્રિષ્નાબેન હિમાંશુ પટેલ દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પાસે આરોપી શખ્સ સેલ્સમેન તરીકે નોકરી કરે છે. વેપારીઓને કોસ્મેટિક વસ્તુઓ અને દવાઓનો ઓર્ડર લેવા, ડિલિવરી આપવા તથા નાણાં લેવાનું કામ આરોપી શખ્સ કરતો હતો. ગત તા. 5/7થી 11/11 દરમ્યાન આરોપી સેલ્સમેન દ્વારા દસ જેટલા અલગ-અલગ વેપારીઓને કુલ્લે રૂા. 6,34,006ની કોસ્મેટિકની વસ્તુઓ વેચાણ કરવામાં આવેલ હતી. વેચાણે આપેલી વસ્તુઓના નાણાં ફરિયાદીએ માગતાં વિવિધ બહાના બતાવ્યા બાદ ફરિયાદીએ વેપારીઓ સાથે સીધો સંપર્ક જાણવા મળેલ કે આરોપી શખ્સે કોઈ માલ વેંચેલ નથી. ફરિયાદી સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવતા તેને આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે જે અનુસાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.