ભુજ એરપોર્ટ રોડ બન્યો ખાડાઓનું ઘર

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે ભુજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતો અને રેલવે તેમજ હવાઈ મુસાફરો માટે અતિ મહત્વનો ગણાતો એરપોર્ટ રોડ અનેક સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે. ભુજ એરપોર્ટ રોડ થી કોડકી રોડ ચાર રસ્તા સુધી આવતા રીંગ રોડ પર લાંબા સમયથી ગટર યોજના અંતર્ગત ખોદ કામ કરવા બાદ જવાબદારો દ્વારા તેનું પેચ વર્ક ન કરતા આ માર્ગ દર ચોમાસે અકસ્માત ઝોન બનતા લોકોમાં ખૂબ ભયનો માહોલ જોવા મળે છે. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર પાણી કે ગટર લાઈન ખોદવા માટે પાણી પુરવઠા, નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ ગમે ત્યારે ખોદકામ કરે છે પરંતુ તે રસ્તાની મરમ્મત કરવામાં કોઈ આગળ આવતું નથી.  ચાર માર્ગીય રોડ હોવા છતાં પણ તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નથી, માર્ગની એક તરફ માત્ર એક લાઈનમાં વાહન ચાલતા હોવાથી નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ઉપરાંત વરસાદના પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાના કારણે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. હાલના સમયમાં શહેરના મોટા ભાગના આંતરિક રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. મુખ્ય રસ્તા બનાવવા કરોડો ફાળવાય છે પરંતુ શેરીઓમાં પણ માર્ગ બનવા જોઇએ, તેવી લોક માંગ ઉઠી છે.