ગેરકાયદે દેશી બનાવટનો તમંચો અને જીવતા કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

ગેરકાયદે દેશી બનાવટનો તમંચો અને જીવતા કારતુસ સાથે એક શખ્સને ઝડપી લઈ રાજકોટ શહેર એસઓજી શાખાની ટીમે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેર એસઓજી શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન રાજકોટ ભીસ્તીવાડ નજીકથી આરોપી શખ્સને દેશી બનાવટનો તમંચો અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.