ભુજમાં અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત : બાઇક ચાલકને હેમરેજ તેમજ અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

accident

copy image

copy image

ભુજમાં બાઇક ચાલકને અજાણ્યા વાહને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક આધેડને હેમરેજ અને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/11ના બપોરના સમયે હીરાભાઇ રાજુભાઇ માખીજા નામના આધેડ બાઈક પર ટી.વી.એસ. શો-રૂમ નજીકના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન કોઇ અજાણી બોલેરો ગાડીના ચાલકે તેમને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં આધેડને બ્રેઇન હેમરેજ, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.