ચેક પરત ફરવાના કેસમાં વોંધના આરોપી શખ્સને 6 માસની સજા ઉપરાંત 3.75 લાખનો દંડ : આરોપી ફરાર થતાં બિનજામીનપાત્ર વોરંટ કરાયું જારી
સૂત્રો જણાવી રહ્યા છે ચેક પરત ફરવાના કેસમાં વોંધના આરોપી શખ્સ ફટકારવામાં આવી છે 6 માસની સજા ઉપરાંત 3.75 લાખનો દંડ. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા ભચાઉના કલ્પેશ ઇશ્વરભાઇ દામાણી હોલસેલ શાકભાજીનો વ્યવસાય કરે છે. આરોપી શખ્સ ફરિયાદી પાસેથી શાકભાજી લઇ વેચાણ કરતા હતા.જેમાં, શાકભાજીના 3,68,293 ચડત થઇ જતાં ફરિયાદીએ માગણી કરતાં ચેક આપેલ હતો, જે વણચૂક્યો પરત ફરતાં ફરિયાદીએ કેસ કરેલ હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી દિનેશને દોષિત જાહેર કરી છ માસની સાદી કેદની તથા રૂા. 3.75 લાખનો દંડ જેમાંથી ચેકની રકમ રૂા. 3,68,293 વળતર પેટે ફરિયાદીને ચૂકવવા અંગે આદેશ જાહેર કરવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ ગુના કામેનો આરોપી નાસતો-ફરતો હોવાથી સજાના અમલીકરણ અર્થે બિનજામીનપાત્ર વોરંટ જારી કારયો છે.