ગાંધીધામના એક ફ્લેટમાંથી 1.11 લાખની મત્તા પર હાથ સાફ કરી આરોપી થયો ફરાર : સમગ્ર મામલો થયો CCTVમાં કેદ
ગાંધીધામના એક ફ્લેટમાંથી 1.11 લાખની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે ચેતન રસિક વ્યાસ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગાંધીધામમાં સેક્ટર-8માં આવેલ અરૂણદેવ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. આઠમાં રહેતા ફરિયાદી સિંધુવન કોમ્પ્લેક્સમાં કોટક મહિન્દ્રા બેંકમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરે છે તથા તેમના રૂમ પાર્ટનર પ્રવલ શાહ આ બેંકમાં એરિયા મેનેજર તરીકે કામ કરે છે. બંનેને બેંક તરફથી કામ કરવા માટે ડેલ કંપનીના લેપટોપ આપવામા આવેલ હતા. જાણવા મળી રહ્યું છે ગત. ગત તા. 7/11ના આ બંને ઓફિસેથી આવી રાત્રે ફ્લેટના દરવાજા ખુલ્લા રાખીને સૂઇ ગયેલ હતા. અને બીજા દિવસે સવારે તેમના રૂમમાંથી ચોરી થયા હોવાનું જાણવા મળેલ હતું. ચોરીનો મામલો સામે આવતા એપાર્ટમેન્ટમાં લાગેલા સી.સી.ટી.વી.ની ફૂટેજ તપાસ કરાતાં સવારના ભાગે એક શખ્સ ઇમારતમાં ઘૂસી ફ્લેટમાંથી ચોરી કરી ફરાર થયો હોવાનું બહાર આવ્યું હતું. આ અજાણ્યો ચોર ઈશમ બે લેપટોપ તેમજ રૂમમાં રાખેલ અન્ય વસ્તુઓ સહિત કુલ 1,11,000ની મત્તાપર હાથ સાફ કરી ફરાર થઈ ગયેલ હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.