સામખિયાળીમાં બે ડમ્પરમાંથી રૂા. 27,123ના 300 લિટર ડીઝલની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

સામખિયાળીમાં બે ડમ્પરમાંથી રૂા. 27,123ના 300 લિટર ડીઝલની તસ્કરી કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે લાકડિયામાં રહેનાર દિનેશ રણછોડ જાટાવાડિયા દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી  સામખિયાળીમાં શિણાય એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે.આ પેઢીના પ્રાંગણમાં ગત તા. 16/11ના બે ડમ્પર પાર્ક કરવામાં આવેલ હતા. બાદમાં તા. 17/11ના સવારે આ ડમ્પરોની ડીઝલ ટાંકીના તાળાં તોડી તેમાંથી ડીઝલ ચોરાઇ ગયું હોવાનો બનાવ સામે આવતા  સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવેલ હતા જેની  ફૂટેજની તપાસ કરાતાં સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં મોઢે કપડું બાંધેલ શખ્સ ત્યાં આવી ટાંકીમાંથી ડીઝલની ચોરી કરી હોવાનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.