મુંદ્રા તાલુકાના મોટા કાંડાગરાનો બુટલેગર અમદાવાદની મધ્યસ્થ જેલના હવાલે
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે મુંદ્રા તાલુકાના મોટા કાંડાગરાનો ગેરકાયદે દારૂનો ધંધાર્થી હરદીપસિંહ લધુભા ખોડને પાસા તળે ધેકેલી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2023માં હરદીપસિંહ વિરુદ્ધ માંડવી મરિન પોલીસ મથકે રૂા. 4,75,200ના શરાબનો જથ્થો પકડાવા અને મુંદ્રા પોલીસ મથકમાં રૂા. 65,550નો શરાબ સહિતના ગુના દર્જ થયેલ છે. એલસીબી દ્વારા આ બૂટલેગર હરદીપસિંહ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સામે રજૂ કરવામાં આવતા તે ગ્રાહ્ય રહેતાં અટકાયતી વોરંટના આધારે તેની બજવણી કરી હરદીપસિંહને અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.