“બંદુક સાથેના ફોટાઓ પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરતા ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓએ અમુક ઇસમો સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથીયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથીયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના આપેલ.જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબના તથા પો.હેડ.કોન્સ. સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, તથા મહીપાલસિહ પુરોહીતનાઓ સોશ્યલ મિડીયામાં વોચમાં હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે સોશ્યલ મીડીયાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મોદીશા જમાનશા શેખ રહે. અનિશા પાર્ક, ભુજ વાળાએ હથીયાર સાથે પોતાના ફોટાઓ અપલોડ કરેલ હોય જેથી મજકુર ઇસમની તપાસ કરાવતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હથીયાર પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જમા લિધેલ છે.
- મોદીશા જમાનશા શેખ રહે. અનિશા પાર્ક, ભુજ વિરુધ્ધ દાખલ થયેલ ગુના
ભુજ તાલુકા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૩૧૬૨/૨૦૧૦, જુગાર ધારા ૧૨ મુજબ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૭૯૩/૨૦૨૨, આઇ.પી.સી. ક.૫૦૬(૨),૨૯૪(બી) મુજબ
સાવચેતી
હથીયાર લાયસન્સ ધારકો પોતાના હથીયારનું જાહેરમાં પ્રદશિત કરશે અથવા તો શોશીયલ મીડીયામાં વેપન સાથે રીલ બનાવશે તેઓ વિરૂધ્ધ આર્મ્સ એક્ટની જોગવાઇઓ તેમજ આર્મ્સ એક્ટ રૂલ્સ ૨૦૧૬ ની ધારા ૩૨(૩) મુજબ સખ્ત કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા તમામ હથીયાર લાયસન્સ ધરાવતા વ્યક્તિઓને અપીલ કરવામાં આવે છે કે, હથીયાર બાબતે જાહેરમાં પ્રદશન, શોશીયલ મીડીયામાં રીલ બનાવાશે તો હથીયાર નિયમ અનુસાર જમા લેવામાં આવશે.