ઠંડી વધી અને તસ્કરો થયા સજાગ : ભુજના એક મકાનમાંથી 42 હજારની મત્તા પર હાથ સાફ કરી તસ્કરો થયા ફરાર
ભુજના એક મકાનમાંથી 42 હજારની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. સૂત્રો જણાવી રહ્યા છે ઠંડીની શરૂઆતની સાથો સાથ જ તસ્કરોની મોસમ ખૂલી હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે ચોરીના આ બનાવ અંગે હાજી અઝીજ ખલીફા દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ ગત તા. 19/11ના રાતના સમયે તેઓ તથા પરિજનો એક રૂમમાં સૂતા હતા અને અડધી રાતે ઊઠીને જોતાં બાજુના રૂમનો સામાન વેર-વિખેર હાલતમાં જણાયો હતો. બાદમાં પરીવારના લોકોએ તપાસ કરતા સોનું અને રોકડ ઉપરાંત પંજાબ નેશનલ બેંકનો સહીવાળો એક ચેક ગાયબ જણાયો હતો. ચોર ઈશમો કુલ 42000ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.