પાંચ વર્ષ જૂના અપહરણ અને દુષ્કર્મના કેસનો આરોપી નિર્દોષ જાહેર
સૂત્રો જણાવી રહ્યા છે કે, સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના પાંચ વર્ષ જૂના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવા આદેશ જાહેર કરવામાં આવેલ હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 5/10/2019ના ફરિયાદીની સગીર વયની દીકરીનું આરોપી શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવવામાં આવેલ હતી બાદમાં આ કેસ ભુજના પાંચમા સેશન્સ (સ્પે. પોક્સો)ની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવા આદેશ જાહેર કરવામાં આવેલ હતો.