થાંભલા પરના ઝૂલતા વાયર સમસ્યાઓનું કારણ..?
સૂત્રો જણાવી રહ્યા છે કે, જોડિયા નગરમાં જુદા-જુદા સ્થળોએ લગાડવામાં આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ખાનગી કંપનીઓએ લાંબા અને ઝુલતા વાયર નાખી દીધેલ છે, જેના કારણે વારંવાર વાયર તૂટવાના તેમજ પોલ ધરાશાઈ થવાની સમસ્યાઓ પ્રકાશમાં આવી છે. ગાંધીધામમાં ઓસ્લો પોલીસ ચોકી નજીક લાઈટના થાંભલાને વાયરોએ લપેટમાં લઇ લીધાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. પોલ તૂટવાના અને લાઈટો બંધ થવા માટે આ ઝૂલતા વાયરો પણ કારણભૂત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.