કોઠારામાં પુલ નિર્માણનું કામ શરૂ થાય તે પૂર્વે જ ગ્રામજનોએ વિરોધ કરી કામ કરાવ્યુ બંધ : અન્ય જગ્યાએ પૂલ બનાવવા કરી માંગ

અબડાસા ખાતે આવેલ કોઠારામાં પુલ નિર્માણનું કામ શરૂ થાય તે પૂર્વે જ ગ્રામજનોએ વિરોધ કરી કામ બંધ કરાવી દેવાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોઠારા ભુજ સ્ટેટ હાઇવે પર વિજ્ઞાન પ્રવાહની શાળા નજીક મંજૂર કરવામાં આવેલ વરસાદી પાણીના પુલિયાના કામ અંગેની જાણ થતાં જ   કોઠારાના ગ્રામજનો દ્વારા સ્થળ પર એકઠાં થઇ અને વિરોધ કરી કામ બંધ કરાવી દેવામાં આવેલ હતું. આ અંગે ગ્રામજનોનું માનવું છે કે, આ પુલ બને તો વરસાદી મોસમમાં અન્ય ગામો અને  આજુબાજુના વાડી વિસ્તારનું પાણી કોઠારા ગામ તરફ આવે, રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય અને નુકસાની થાય માટે પુલ અન્ય જગ્યા પર બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.  ભારે રકઝક બાદ અન્ય જગ્યા પર આ પુલ બનાવવામાં આવશે એવી ખાતરી મળી છે.