ગાંધીધામ બી ડીવ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્જી કાગળો બનાવી દુબઇથી ગેર કાયદેસર મંગાવેલ સોપારીના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી ડાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચુડવા સીમ સર્વે નં. ૧૬/એ વાળી જગ્યાએ આવેલ ગૌતમ ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કીંગમાં જીજે-૧૨- બીવાય-૬૩૪૨ તથા જીજે-૧૨-બીઝેડ-૯૫૬૩ વાળા ટ્રેલર/ડનટેનરમાં ચોરી કે છળકપટથી મેળવેલ સોપારીનો જથ્થો ભરેલ છે. જે સોપારીનો જુનેદ નાથાણી રહે. સપનાનગર ગાંધીધામ વાળાએ ભરાવેલ છે. જેથી ઉપરોકત હકીકત વાળી જગ્યાએ રેઈડ ક૨તા ઉપરોકત વાહનમાંથી સોપારીનો જથ્થો તા.૨૦/૧૧/૨૪ ના મળી આવેલ. જે બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા એફ.એન.ઈમ્પેકસ નામની કંપનીએ સરડારશ્રીની ટેકસ ચોરીથી બચવા દુબઈથી રોક સોલ્ટ (સીંધા નમક) ના નામે મંગાવી સોપારીના જથ્થા સાથે મળી આવતા ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) જુનેદ યાકુબ નાથણી (મેમણ) ઉ.વ. ૫૦ ૨હે. ઈ-૪૧ સપનાનગર, ગાંધીધામ મુળ ૨હે. કટલેરી બજાર,ધંધુશાપીરની દરગાહ પાસે,ઉપલેટા જી.રાજકોટ

(૨) બાબુલાલ કાનારામ ગુજર ઉ.વ. ૪૮ રહે. દેવપુર થાના તા.નશીરાબાદ જી.અજમેર રાજસ્થાન

(3) વિશાલ ફુલચંદ જાટવ ઉ.વ. ૨૦ રહે. લોહરા થાના અત્રોલીયા તા.બોડનપુર જી.આઝમગઢ ઉત્તરપ્રદેશ

પકડવાના બાડી આરોપીઓનાં નામ

(૧) નઝીરાબેન વા/ઓ જાવેદ નાથાણી રહે. ગાંધીધામ

(૨) રીયાઝ રહે. અંધેરી મુંબઈ

1:45 pm

ડબ્જે કરેલ મુદ્દામાલ

સોપારીનો જથ્થો કુલ વજન ૫૩૯૫૦ કિ.ગ્રા. કિ.રૂ. ૧,૬૧,૮૫,૦૦૦/-

ટ્રેલર રજી.નં. જીજે-૧૨-બીવાય-૬૩૪૨ કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/-

ટ્રેલર/કન્ટેનર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૯૫૬૩ કિ.રૂ. ૨૮,૦૦,000/-

મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. 30,000/-

કુલ કિ.રૂ. ૨,૧૫,૧૫,૦૦૦/-

દાખલ કરાવેલ ગુનાની વિગત

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૫૭૮/૨૪ બી.એન.એસ. ૬. ૩૧૮(૪),૩૩૬(૨)(૩),૩૩૮,૩૪૦(૨),૬૧(૨) (એ) મુજબ

આ ડામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.