અંકલેશ્વર GIDC વિસ્તારમાં ફીકોમ ચોકડીથી થોડી દુર હરીઓમ કોર્પોરેશન કંપની પાસેથી એક આઇસર ટેમ્પામાં શંકાસ્પદ પ્રવાહી સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીનાઓએ ભરૂચ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ અંકલેશ્વર GIDC માં મોટા પ્રમાણમાં કેમીકલ કંપનીઓ આવેલ હોય શંકાસ્પદ કેમીકલની હેરફેર થતી હોય જે પકડી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે
ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેકટર એ.એચ.છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે “અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ વિહીતા કેમ કંપનીમાથી એક આઇસર ટેમ્પો નંબર- GJ-16-Z-9734 માં વગર પાસ પરમીટ કે બીલ વગર શંકાસ્પદ મટીરીયલ પ્લાસ્ટીકના બેરલો ભરીને ખાલી કરવા જનાર છે” જેવી બાતમીના આધારે ફીકોમ ચોકડીથી થોડી દુર મીલન ટેંક ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ હરીઓમ કોર્પોરેશન કંપની પાસે રોડ પર વોચ તપાસમાં રહી ઉપરોક્ત બાતમીવાળી આઇશર ટેમ્પો નંબર GJ-16-Z-9734 આવતા તેને રોકી લઇ તેમા ચેક કરતા શંકાસ્પદ પ્રવાહીના બેરલ નંગ- ૩૬ ભરેલ હોય જે શંકાસ્પદ પ્રવાહીનું બીલ ચેક કરતા પ્રવાહી જથ્થો ૬,૩૮૦ કીલો કી.રૂ. ૬,૩૮૦/- તથા ટેક્ષ સાથે કી.રૂ. ૭,૫૨૮/- દર્શાવેલ તથા આઇશર ટેમ્પો નંબર-GJ-16-Z-9734 કિ રૂ ૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ ૫,૦૭,૫૨૮/- નો મુદ્દામાલ એક ઇસમને ઝડપી પાડી બી.એન.એસ.એસ. ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા કરવામાં આવી રહેલ છે.

પકડાયેલ ઇસમ

જીતેંદ્રકુમાર રામદાસ કુસ્વાહ, ઉ.વ.૪૦, રહે.૯૪, સોનમ સોસાયટી, મીરાનગર પાસે, રાજપીપલા રોડ, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળ રહે. ગામ-મવ, મકરણપુર થાના-રસુલાબાદ, જી.કાનપુર, યુ.પી.

જપ્ત કરેલ મુદ્દામાલ

(૧) શંકાસ્પદ પ્રવાહીના બેરલ નંગ-૩૬ જેમા જથ્થો ૬,૩૮૦ કીલો કિ.રૂ.૭,૫૨૮/-

(૨) આઇશર ટેમ્પો નંબર-GJ-16-Z-9734, કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-

મળી કુલ કિંમત રૂ. ૫,૦૭,૫૨૮/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ