રાપર શહેર મધ્યે આવેલ પાણીના સ્ત્રોત નગાસર તળાવને નર્મદાનાં નીરથી ભરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત 

રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ વારંવાર મૌખિક તથા લેખિત રજુઆત પણ કરતાં હોય છે.તેવામાં હાલના સમયમાં સતત સક્રિય રહેતા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ પાણી પુરવઠા મંત્રીશ્રી તથા મુખ્ય ઈજનેરશ્રી  ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા કચ્છ કલેકટરશ્રી તથા અધિક્ષક ઇજનેર શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લી આદિપુર-કરછ તથા કાર્યપાલક ઇજનેર શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લી. ભચાઉ-કરછ.તથા ચીફ ઓફિસર શ્રી રાપર નગર સેવા સદન  સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ કે રાપર શહેર માટે પાણીનો એક માત્ર સોર્સ નર્મદા કેનાલ હોઈ જેના થકી રાપર મધ્યે આવેલ નગાસર તળાવ ભરવામાં આવે છે પરંતુ હાલના સમયમાં રાપર શહેર નગાસર તળાવ પાણી વિના ખાલી પડેલ છે.અત્યારે હાલના સમયમાં નર્મદા કેનાલમાં પાણી ચાલુ હોઈ માટે ખાલી પડેલ રાપર શહેરના નગાસર તળાવને વહેલી તકે નર્મદાના પાણી થી ભરવામાં આવે જેથી આગામી સમયમાં પાણીની સમસ્યા ન ઉદભવે માટે તાત્કાલીક ધોરણે નગાસર તળાવને સ્વચ્છ પાણીથી ભરવા તથા નગર જનોને પાણીની સમસ્યા ના થાય તે માટે આગોતરું આયોજન કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ઉચ્ચ કક્ષાએ સમક્ષ માંગ કરી હતી.