થોરાળા ગામની છ વાળીઓમાંથી કેબલ વાયરની તસ્કરી થતાં ફરિયાદ : આરોપી શખ્સોને પોલીસે ચોરાઉ માલ સાથે ઝડપ્યા
copy image

થોરાળા ગામના સીમ વિસ્તારમાં છ વાડીઓમાંથી કેબલ વાયરની કોઈ અજાણ્યા ચોર ઈસમો તસ્કરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ દરમ્યાન આ મામલે પોલીસ ટીમ દ્વારા તપાસ ધરવામાં આવેલ હતી જેમાં આ ગુના કામેના આરોપી શખ્સોને થોરાળા ગામના સીમ વિસ્તારમાથી ઝડપી પાડવામાં આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ શખ્સો પાસેથી તમામ ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.