ભુજમાંથી સગીરાનું અપહરણ થવાનો કિસ્સો સપાટી પર : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

 copy image

 copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ભુજમાંથી સગીરાનું અપહરણ થયા હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના જીઆઈડીસી વિસ્તારમાંથી સગીર વયની કન્યા ગુમ થતાં ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા.19-11ના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી સગીરાને કોઈ અજાણ્યો ઈસમ તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ છે. આ બનાવ અંગે આજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.