અબડાસા ખાતે આવેલ વાંકુની સીમની પવનચક્કીમાંથી રૂા. 97,500ના કોપર વાયરની ચોરી થતાં ફરિયાદ
અબડાસા ખાતે આવેલ વાંકુ ગામના સીમ વિસ્તારમાંની ચાર પવનચક્કીમાંથી રૂા. 97,500ની કિંમતના કુલ 3250 મીટર કોપર વાયરની ચોરી તેમજ અન્ય એક પવનચક્કીમાં નુકસાન પહોચડતા અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર અબડાસા તાલુકાના વાંકુ ગામના સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની જુદી-જુદી ચાર પવનચક્કીમાંથી અંદાજિત 3250 મીટરના કોપર કેબલ કિં. રૂા. 97,500ની ચોરી કરી ઉપરાંત અન્ય એક પવનચક્કીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયેલ હતા. આ અંગે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.