નકલીના ભરપૂર ચાલતા નાટકો વચ્ચે અમદાવાદમાંથી નકલી DYSP ઝડપાયો

 copy image

 copy image

નકલીના ભરપૂર ચાલતા નાટકો વચ્ચે અમદાવાદમાંથી નકલી DYSP ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, આજથી એકાદ માસ અગાઉ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાયા બાદ શહેરમાંથી રોબ જમાવતો નકલી ડીવાયએસપી ઝડપાયો હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ શખ્સ અમદાવાદના નારોલમાં લાંભા ટી રોડ પરથી આ શખ્સ ઝડપાયો છે.જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ શખ્સે પોતાની ગાડી પર પોલીસ લાઈટ તથા પોલીસ સિમ્બોલ લગાવ્યા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ નજીકથી પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે અટક કરી છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને લાંભા જવાના માર્ગ પર એક ફોરવ્હીલર ગાડી ઉભેલી જોવા મળી હતી.  પોલીસની લાઈટવાળુ ખાનગી વાહન દેખાતા પોલીસને શંકા જતાં ગાડીમાંથી યુવકને ઉતારીને તેની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે લોકોમાં ડર અને ધાક જમાવવા માટે થઈને તે પોલીસ બનીને ફરતો હતો.સમગ્ર હકીકત સામે આવતા પોલીસે આ શખ્સની અટક કરી આ મામલની આગળની વધુ તપાસ આરંભી છે.