ચુડવામાં 35 વર્ષીય શખ્સ રાત્રે જમીને કાયમી ઊંઘમાં સૂઈ ગયો
copy image

ચુડવામાં 35 વર્ષીય શખ્સનું રહસ્યમય મૃત્યુ થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડવાની આઝાદ ટિમ્બર પ્લોટમાં રહેતા 35 વર્ષીય ચિરંજીલાલ ગુર્જર નામનો શખ્સ ગત તા. 20/11ના જમીને સૂઇ ગયો હતો.અને ત્યાર બાદમાં બીજા દિવસે તે મૃત હાલતમાં મળી આવેલ હતો.જાણવા મળી રહયું છે કે, આ શખ્સનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.