માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસ અંગેનાં શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભુજ નાઓનાં જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી માધાપર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ I/C પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં શહેરી ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોનાં માણસો રોકાઇને પોતાની પ્રવ્રુતીને અંજામ આપવાની સંભાવનાઓ રહેલ હોઇ તેમજ ગેરકાયદેસર ગુનાહીત પ્રવ્રુતીઓ આચરતા તત્વો ઉપર અંકુશ લાવી શકાય તે સારુ હોટલો/ગેસ્ટ હાઉસ નાં માલીકો/સંચાલકો શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ ભુજ નાઓનાં હોટલ/ગેસ્ટ હાઉસ અંગેનાં જાહેરનામાનાં નિયમોનું પાલન કરવા તેમજ તેમાં રોકાતા મુસાફરોની હોટલ રજીસ્ટરમાં એન્ટ્રી કરવા અને દરેક હોટલ/ગેસ્ટ હાઉસનાં માલીક સંચાલકોએ પોતાનાં રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથીક સોફટવેર ઇન્સ્ટોલ કરાવી તેમાં હોટલમાં રોકાતા મુસાફરોની એન્ટ્રી કરાવી કચ્છ જીલ્લામાં તેની અમલવારી કરાવવા જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે તેમા છતાં હોટલ/ગેસ્ટ હાઉસ માલીકો / સંચાલકો દ્વારા અમલવારી થતી ન હોઇ આવા હોટલ/ગેસ્ટ હાઉસ નાં માલીક /સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ

જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે એમ ગઢવી સાહેબની સુચનાથી માથાપર જૂનાવાસમાં આવેલ હોટલ સ્ટ્ર ખાતે જઈ તપાસ કરતા હોટલમાં એક ઇસમને એન્ટી આપેલ હોઇ અને હોટલના રજિસ્ટર ચેક કરતા હોટલમાં એન્ટ્રી આપવા બાબતે તે વ્યકતીનું હોટલમાં કોઇ આઇ.ડી.પ્રુફ નહીં લઇ હોટલમાં નિભાવવામાં આવતા રજીસ્ટ્રરમાં તેમજ પથીક સોફટવેરમાં એન્ટ્રી નહીં કરી મહે જીલ્લા. મેજી.સા. પશ્ચિમ કચ્છ-ભુજના જાહેરનામાં નં./મેજી/પોલ-૧/હોટલ ગેસ્ટહાઉસ/જાહેરનામું-૦૭/૦૯/૨૪ તા.૨૮/૦૯/૨૦૨૪ વાળા જાહેરનામાનો ભંગ કરેલ હોઇ જેથી હોટલનાં સંચાલક કમલેશ ભોજરાજભાઇ આયર (આહીર) હાલ રહે ભુજ, કૈલાશનગર તા ભુજ મુળ રહે.જીંદાય ગામ તા નખત્રાણા જી કચ્છ વાળા વિરુધ્યમાં કાયદેઅરની કાર્યવાહી કરવામાં આવેલ છે