સાઉદી અરેબિયામાં ફાંસી પામેલા બાંગ્લાદેશી નાગરિકો અંગે નવી વિગતો સામે આવી, 2023થી હતા કસ્ટડીમાં

સાઉદી અરેબિયામાં મોતની સજા પામેલા બાંગ્લાદેશના બે નાગરિકોના મામલે નવી માહિતી સામે આવી છે.

બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા ઓબેદે જણાવ્યું છે કે સાઉદી અરેબિયામાં જે બે લોકોને ફાંસી આપવામાં આવી હોવાના અહેવાલ છે, તેમની ધરપકડ 2023માં કરવામાં આવી હતી. તેમણે આજે પત્રકારોને જણાવ્યું કે સરકાર હાલમાં કોર્ટના ચુકાદાની કોપી મળવાની રાહ જોઈ રહી છે.

બીજી તરફ, ફાંસી આપવામાં આવેલા બે બાંગ્લાદેશી નાગરિકોમાંથી એકના પરિવારે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેમણે એક અઠવાડિયા પહેલા પણ જેલમાંથી પરિવાર સાથે વાત કરી હતી. તે સમયે તેમણે એવો કોઈ સંકેત આપ્યો ન હતો કે તેમને મોતની સજા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે સાઉદી અરેબિયાના મીડિયામાં એક બાંગ્લાદેશી મહિલા અને એક પુરુષને મોતની સજા આપવામાં આવી હોવાના સમાચાર પ્રસારિત થયા હતા.