“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, સુજનાઓએ અસામાજીક પ્રવૃત્તી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર ડથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ.

જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ 1/- પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ કાઈમ બ્રાન્ચની ટીમને પરવાના વગરના ગેરકાયદેસર ફથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ. આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ- ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવિનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવિનકુમાર જોષી તથા સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, અંજલીનગર ભુજ મિન્ને ઢોરવાડા પાસે બાવળોની ઝાડીઓમા એક ઈસમ શંકસ્પદ હાલતમાં હાજર છે અને તેના હાથમાં કાંઈક શંકાસ્પદ વસ્તુ રહેલ છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે ત્યાં જઇ તપાસ કરતાં રાજેશ વેલજી કોલી ઉ.વ.૨૩ રહે. ઢોરવાડાની બાજુમાં અંજલી નગર, સુરલભીટ રોડ, ભુજ વાળો મળી આવેલ તેના પાસેથી એક હાથ બનાવટની દેશી. બંદુક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનું જણાવેલ જેથી મજુકર ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદુક સાથે મળી આવેલ હોય તેના વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

♦ પકડાયેલ આરોપી

  • રાજેશ વેલજી કોલી ઉ.વ.૨૩ રહે. ઢોરવાડાની બાજુમાં અંજલી નગર, સુરલભીટ રોડ, ભુજ

♦ કબ્જે કરેલ મુદામાલ

  • હાય બનાવટની દેશી બંદુક કિ.રૂ. ૧૦૦૦/-