વાહનોની બેટરી ચોરી કરતા બે આરોપીઓને બેટરી નંગ ૧૦ સાથે પડડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોવડીયા શાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા થી સાગર બાગમાર સાહેબ પોલીશ અધિક્ષક થી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા થી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મીલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઈ જે અનવ્યે થી જે.એમ.ઝાલા ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર નાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અંજાર મધ્યે હેમલાઈ ફળીયુ લબેક ચોક આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે હડીકત વાળી જગ્યાએ તપાસ કરતા ગલીમાં બે ઈસમો શંકાસ્પદ રીતે બેટવીઓ સગેવગે કરતા હોઈ જે ચેક કરતા તેમની પાસેથી આધાર પુરાવા વગરની દસ બેટરીઓ મળી આવેલ જે કાયદેશર કરી શંકાસ્પદ ઈસમોને વધુ પૂછપરછ કરતા તેમને સાથે મળીને અંજાર માટે ગંગા નાકે આવેલ નીરજ ઓટો ઈલેક્ટ્રીક નામવાળી દુકાનના પતરા તોડી દુડાન અંદરથી ૧૦(દસ) બેટરીઓની ચોરી કરેલાની કબુલાત આપતા બેટરીઓ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી કાવદેસરની કાર્વાહી કરવામાં આવેલ છે.

પડડાયેલ આરોપીઓ :-

(૧) જમનશા ઉર્ફે જમું કડીયો ઈમામશા શેખ ઉ.વ.૪૪

(૨) કાસમશા ઉર્ફે વિલાયતી જુસબશા શેખ ઉ.વ.૪૮ બન્ને રહે. હેમલાઈ ફળીયુ લેબક ચોક અંજાર

શોધી કાઢેલ ગુનો :-

અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦:૩૨૩૧૪૨૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૫ ૩૩૧(૩)

૩૩૧(૪) મુજબ