વરસામેડીના સીમમાં આવેલ નિલકંઠ હોમ્સમાંથી ધોળા દિવસે 5.28 લાખની મત્તા પર હાથ સાફ કરી તસ્કરો થયા ફરાર

 copy image

 copy image

વરસામેડીની સીમમાં આવેલા નિલકંઠ હોમ્સમાંથી 5.28 લાખની તસ્કરી થતાં ભારે ચકચાર મચી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 20ના અંજાર ખાતે આવેલ વરસામેડી સીમમાં આવેલા નિલકંઠ હોમ્સમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે ગૌરવ અમરીતકુમાર વિશ્રામ ભાઈ પટેલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ગત તા. 22ના સવારે 10 વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઈશમોએ ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પરિવાર સાથે લગ્નમાં વડોદરા ગયેલ હતા અને પાછળથી તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ગત તા. 22ના સવારે 10 વાગ્યાના અરસામાં સોસાયટીના ચોકીદારે ફરિયાદીને ચોરી અંગે જાણ કરી હતી ઉપરાંત તેમના ઘરના દરવાજાનું તાળું તુટેલ હાલતમાં હોવાની જાણ કરી હતી. ફરિયાદીએ ઘરમાં જઈને તપાસ કરતાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  ફરિયાદીએ વધુ તપાસ કરતાં કરતા  રોકડ રકમ અને સોના ચાંદીનાં ઘરેણા સહિત 5.28 લાખની મત્તા પર હાથ સાફ કર્યો હોવાનું જણાયું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ચોર ઈશમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.