ભચાઉમાં 63 વર્ષીય પ્રૌઢાએ ફિનાઈલ ગટગટાવી લેતા મોત

copy image

copy image

ભચાઉમાં 63 વર્ષીય પ્રૌઢાએ કોઈ કારણોસર ફિનાઈલ ગટગટાવી લેતા મોત નીપજયું. આ બનાવ અને સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 10/11ના તેઓ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર તેમને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. બનાવની જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર પ્રથમ સારવાર ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર અર્થે તા. 18/11ના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતાં ગત તા.  તા. 23/11ના તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.