ગાંધીધામની હોટેલમાંથી લાખોના કોકેઈન સાથે બે શખ્સોની ધરપકડ

copy image

copy image

ગાંધીધામની હોટેલમાંથી 17.75 લાખના કોકેઈન સાથે પોલીસ બે ઈશમોને ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં આવેલ ન્યુ એરલાઇન્સ હોટેલમાં રૂમ નંબર-8માં પંજાબથી એક ઈસમ વેચાણ અર્થે કોકેઇનનો જથ્થો લાવેલ છે. મળેલ બાતમીના આધારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને ન્યુ એરલાઇન્સ નામની હોટલમાં પ્રથમ માળે રૂમ નં.આઠમાં દરોડો પાડી પંજાબના આરોપી શખ્સને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ આરોપી શખ્સ પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં આછા પીળા કલરનો પાવડર અને ગાંગડા સ્વરૂપે કોઇ માદક પદાર્થ મળી આવ્યો હતો. બાદમાં વધુ તપાસ કરતાં માદક પદાર્થ કોકેઇન હોવાનું સામે આવ્યું હતું. જેથી 17.75 ગ્રામ કોકેઇન રૂા. 17,75,000 તેમજ મોબાઇલ ફોન, રોકડ રકમ રૂા. 1030 સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ઉપરાંત રૂમમાં હાજર રિક્ષા ચાલકની તપાસ હાથ ધારવામાં આવેલ હતી. રિક્ષા ચાલકની તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી.  આ મામલે વધુ છાનબીન કરતાં કોકેઈનનો આ જથ્થો પંજાબના તરનતારનના રહેવાસી શખ્સે આપેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તજવીજ હાથ ધરી છે.