પશ્ચિમ બંગાળથી સગીરાનું અપહરણ કરી મુંદ્રા લઈ આવનાર આરોપી શખ્સને નાના કપાયા ગામથી પોલીસે ઝડપી પાડ્યો

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે  પશ્ચિમ બંગાળથી એક સગીરાનું અપહરણ મુંદ્રા લઈ આવનાર આરોપી શખ્સને પોલીસે દબોચી લીધેલ છે. આ અંગે જાણકાઈ મળી રહી છે કે, પ.બંગાળનાં પુંચા પોલીસ મથકના અધિકારી તથા કર્મચારીઓ પ.બંગાળથી અપહરણ થયેલી કિશોરી અને આરોપીને શોધવા મદદ માટે મુંદ્રા પોલીસને લેખિત યાદી આપવામાં આવેલ હતી. જે અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સને નાના કપાયા ગામથી ઝડપી પાડવામાં આવેલ હતા. આરોપી તથા ભોગ બનનારને શોધી પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવામાં આવેલ છે.