ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ ડીઝલની ચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સોને ઝડપી પાડતી પદ્ધર પોલીસ
પદ્ધરમાં થયેલ બે ડમ્પરમાંથી ડીઝલની ચોરીનો ભેદ ઉકેલી પોલિસે આરોપી શખ્સોને ઝડપી પાડ્યા છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા દિવસ અગાઉ પદ્ધરની બી.કે.ટી. કંપની સામેની વાડીમાં હિતેશ સપ્લાયર્સની ઓફિસ પાસે પાર્કિંગ કરેલા બે ડમ્પરમાંથી ડીઝલની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ગુના કામેના આરોપી શખ્સોને ઝડપી લઈ પોલીસે ચોરાઉ ડીઝલ 70 લિટર કિં. રૂા. 6300 અને બોલેરો પિકઅપ ગાડી કિં. રૂા. પાંચ લાખના મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.