મુંદ્રા ખાતે આવેલ છસરા નજીક ઊભેલાં ટ્રેઇલરમાં અન્ય ટ્રેઇલર અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : 20 વર્ષીય યુવાનનું ગંભીર મોત

copy image

મુંદ્રા ખાતે આવેલ છસરા નજીક ઊભેલાં ટ્રેઇલરમાં પાછળથી અન્ય ટ્રેઇલર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 20 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે રણબહાદુર ધારીરાય દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનો નાનો ભાઇ ચંદનકુમાર છેલ્લા છ માસથી જૈન ટ્રેઇલર સર્વિસ લિ. ટ્રાન્સપોર્ટ ચુડવા, પડાણા, ગાંધીધામ ખાતે ટ્રેઇલરમાં ડ્રાઇવિંગ કરતો હતો. ગત દિવસે તે કંડલા પોર્ટથી જિંદાલ કંપની ખાતે આવી રહ્યો હતો તે સમયે મુંદ્રા-ગાંધીધામ માર્ગ છસરા નજીક હતભાગી યુવાનના ટ્રેઇલરના બ્રેક ડાઉન થઇ જતાં સાઇડમાં ઊભું રાખી દીધું હતું. ત્યારે અન્ય ટ્રેઇલરના ચાલકે પૂરપાટ-બેદરકારીથી ચલાવી ઊભેલાં ટ્રેઇલર પાછળ ભટકાવી દેતાં ચંદનકુમાર ટ્રેઇલરમાંથી નીચે પટકાતાં અને ટ્રેઇલર તળે આવી ગયેલ હતો. સર્જાયેલ અકસ્માતમાં હતભાગી યુવાનને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનો મોત નીપજયું હતું. પ્રાગપર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.