માધાપરના ચકચારી હનીટ્રેપ કેસમાં દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ભચાઉથી દબોચી લેવાયો

copy image

copy image

માધાપરના ચકચારી હનીટ્રેપ કેસમાં દોઢ વર્ષથી નાસતા-ફરતા ગજ્જુગિરિ ભીમગિરિ ગોસ્વામીને એલસીબીએ ભચાઉથી ઝડપી લઈ ઝેલના હવાલે કરી દીધો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ  પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના હત્યા કેસમાં ઝડપાયેલી મનીષા ગોસ્વામીએ પાલારા જેલમાં બેઠા બેઠા મોબાઇલથી આ હનીટ્રેપનું કારસ્તાન રચ્યું હોવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ગુના કામમાં સામેલ અને દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપી શખ્સને પૂર્વ બાતમીના આધારે ભચાઉ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.સૂત્રો જણાવી રહ્યા છે કે, આ ચકચારી હનીટ્રેપ કેસમાં હજુ એક નાસ્તા ફરતા આરોપી શખ્સને પકડવાનો બાકી છે.