માધાપર વિસ્તારમાંથી મેડીકલ ડિગ્રી કે સર્ટી વગર સારવાર આપી બેદરકારી ભર્યું કત્ય કરતા ડોક્ટર તથા મેડીકલ ચલાવનાર સહીત ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ ભઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મક્ષનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓએ કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઈડ કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ 1/- પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/દવાખાનાઓ ખોલી લોકોના જીજીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સુચના અને માર્ગદર્શન અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના માધાપર નવાવાસ મધ્યે પટેલ ઈંગ્લીશ સ્કુલ નજીકમાં ડોક્ટર જગદીશ રાજારામ પટેલ રહે. હર્ષલપાર્ક- ગ્રીન સીટી સોસાયટી, નવાવાસ માધાપર તા. ભુજ વાળો “આરતી કલીનીક” નામનું દવાખાનું ચલાવે છે અને તેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોકટરની ડીગ્રી તેમજ લાયસન્સ નહી હોવા છતાં પ્રેકટીશ કરી માધાપર વિસ્તારના દર્દીઓને તેઓના દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ આપવાનું તથા ઈજેક્શન આપવાનું તથા બાટલા ચડાવવાનું તેમજ દર્દીઓના બ્લડ સેમ્પલો મેળવી લેબોરેટરીમાં મોકલવાનું કૃત્ય કરે છે. જે હકીકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના પોલીસ ડેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ પુરોહિત, મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ તથા તાલુકા હેલ્થ અધિકારીશ્રી તાલુકા પંચાયત ભુજ-કચ્છનાઓને યાદી પાઠવી તેઓશ્રીની કચેરીના ડોકટરશ્રી યશપાલ સોમાભાઈ મેતીયા, મેડીકલ ઓફિસર, પી.એચ.સી.માધાપર વાળાઓને સાથે રાખી બાતમી વાળી જગ્યા “આરતી કલીનીક” નામના દવાખાનામાં ચાર ઈસમો હાજર હોય જેમા બે વ્યકિતઓ (દર્દી)ઓ ખાટલામાં દાખલ હોય અને તેઓને બાટલાઓ વાટે દવાઓ આપવાનું ચાલુમાં હોવાનું જણાયેલ તેમજ અન્ય એક દર્દી ખુરશીમાં બેઠેલ હોય તેમની પુછપરછ કરતા ત્રણેય દર્દીઓએ જણાવેલ કે, તેઓને ડેગ્યુ તાવ આવતો હોય આ દવાખાનામાં સારવાર લેવા સારૂ દાખલ થયેલ હતાં તેમ જણાવેલ અને ત્યા દવાખાનામાં ટેબલ ખુરશીઓ પડેલ હોય જે ખુરશી પર એક ઈસમ બેઠેલ હોય તેનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા પોતે પોતાનું ડોક્ટર જગદીશ રાજારામ પટેલ ઉ.વ.૩૪
ધંધો- ડોકટર તરીકે રહે. હર્ષલપાક- ગ્રીન સીટી સોસાયટી નવાવાસ માધાપર તા. ભુજ વાળો હોવાનું જણાવેલ અને આ દવાખાનું પોતે માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા પેસન્ટોને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા તથા ઇન્જેકશનો તેમજ બ્લડ સેમ્પલો તથા બાટલાઓ વાટે દવાઓ આપી સારવાર કરતો હોવાનું પંચો તેમજ મેડીકલ ઓફિસરશ્રી રૂબરૂ જણાવેલ હોઇ આ બાબતે બાબતે જરૂરી ડોક્ટરના સર્ટીફીકેટ, ડ્રીગ્રી કે લાયસન્સ હોય તો રજુ કરવા જણાવતા તેની પાસે આવુ કોઈ પ્રમાણપત્ર નહી હોવાનું જણાવેલ તેની પાસે રહેલ “બેચલર ઓફ અલ્ટરનેટ મેડીશન” ડીગ્રીનું પ્રમાણપત્ર બતાવતા જે ઠાજર મેડીકલ ઓફિસરશ્રીને બતાવતા તેઓશ્રી દ્વારા જણાવેલ કે, આ સરકારશ્રી માન્ય ડ્રીગ્રી ન હોય અને આ ડ્રીગ્રી અન્વયે સદર ઈસમ દર્દીઓને દવાખાનામાં દાખલ કરી એલોપેશિક દવાઓ તથા ઈજેશન તથા બાટલાઓ તેમજ દર્દીઓના બ્લડ સેમ્પલો મેળવી શકતા ન હોવાનું જણાવેલ તેમજ મજકુર ઈસમ જગદિશ પટેલને તેના દવાખાનામાં લાવેલ દવાઓ હું જગ્યાએ થી લાવેલ ? તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે દવાખાનાની સામેના ભાગે ‘દેવ કોમ્પલેક્ષ” માં અંશ મેડીકલ સ્ટોર જે તેના પત્નિ આરતીબેનના નામે હોય તેમાથી લાવતા હોવાનું જણાવતા તે જગ્યાએ તપાસબ કરતા મહેન્દ્રભાઈ જગદિશભાઈ પટેલ ઉ.વ.ર૬ રહે. મકાન નંબર- ૧૧-બી ગ્રીન સીટી નવાવાસ માધાપર તા.ભુજ વાળા ઠાજર મળી આવેલ જેથી મજકુર ઇસમને મેડીકલ ચલાવવા સબંધે લાયન્સની માંગણી કરતા તેણે જણાવેલ કે આ મેડીકલનું લાયસન્સ નઈમ આલમ સમા રહે. અપના નગર ભુજ વાળાના નામે હોવાનું જણાવતા જેથી મેડીકલ સ્ટોરની અદર એક લાકડાનું પાટેશન બનાવેલ હોય તે ચેક કરતા તે જગ્યાએ બે દર્દીઓ ખાટલામાં સુતેલ હોય અને તેઓને બાટલાઓ વાટે દવાઓ ચાલુ હોય અને મેડીકલ સ્ટોર ચલાવવા અંગેના લાથસન્સની માંગણી કરતા તેની પાસે ગુજરાત કાઉન્સીલ દ્વારા અધિકૃત પ્રમાણપત્ર (લાયસન્સ) નહી રાજરમાં હોવાનું જણાવેલ જેથી દવાખાનામાંથી ગેરકાયદેસર રીતે અલગ અલગ દવાઓ કુલ રૂ.૩.૫૧૦/- ની મળી આવેલ તેમજ ઉપરોક્ત ત્રણેય ઇસમો પાસેથી મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ.૨૦,૦૦૦/- ના મળી કુલ કિં.રૂ.૨૩,૫૧૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારૂ માધાપર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
♦ પકડાયેલ ઇસમો
- ડોક્ટર જગદીશ રાજારામ પટેલ ઉ.વ.૩૪ ધંધો- ડોકટર રહે. હર્ષલપાક- ગ્રીન સીટી સોસાયટી. નવાવાસ માધાપર તા. ભુજ
- નઈમ આલમ સમા, ઉ.વ.૨૬ રહે, સેજવાળા માતમ અપનાનગર-૧ ભુજ
- મહેન્દ્રભાઈ જગદિશભાઈ પટેલ ઉ.વ.રક રહે. મકાન નંબર- ૧૧-બી, ગ્રીન સીટી, નવાવાસ માધાપર