ભુજના શાહ કોમર્શિયલ સેન્ટરની ત્રણ ઓફિસના તાળાં એક સાથે તૂટ્યા : રૂા. 1.09 લાખની મત્તા ગાયબ
ભુજના શાહ કોમર્શિયલ સેન્ટરની ત્રણ ઓફિસના તાળાં તોડી રૂા. 1.09 લાખની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના શાહ કોમર્શિયલ સેન્ટરની ત્રણ ઓફિસના તાળાં તોડી મધ્ય રાત્રિએ રૂા. 1.09 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રોહિતકુમાર જયંતીલાલ ગોર દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર શાહ કોમર્શિયલ સેન્ટરમાં નં. 312 અને 313 એ ફરિયાદીની ઓફિસ છે. ગત તા. 23/11ના રાતે આઠ વાગ્યે કામ પતાવી ઓફિસ બંધ કરી ચાલ્યા ગયેલ હતા. બાદમાં બીજા સવારે વહેલી પરોઢે ફરિયાદની બાજુની ઓફિસ ધારકે તેમની તથા આસપાસ અન્ય ઓફિસમાં ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતું. વધુમાં આ મામલે તપાસ કરતાં રાત વચ્ચે ઓફિસના તાળાં તોડી શટર ઊંચા કરી ફરિયાદી તેમજ અન્ય બાજુની બે ઓફિસમાંથી રૂા. 1.09 લાખની મત્તા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી તપાસ સહિતની આગળની વધુ તપાસ આરંભી છે.