ભુજમાં દુકાનના કેસના મામલે વૃદ્ધ પર મહિલા સહિત કુલ ચાર શખ્સો દ્વારા હુમલો
ભુજમાં દુકાનના કેસના મામલે વૃદ્ધ પર એક મહિલા સહિત કુલ ચાર શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના સમયે વૃદ્ધ પરિવાર સાથે ઘરે હાજર હતા, તે દરમ્યાન ત્રણ અજાણ્યા ઇસમ અને એક મહિલા ઘરે આવ્યા હતા અને મમતાબેન શાહની દુકાન પર બોલાવેલ હતા.બાદમાં તેમણે જણાવેલ કે, તમે આ મમતાબેનની દુકાન પર શું કામ કેસ કર્યો છે. આથી ફરિયાદીએ કહ્યું કે, મને તેમજ ફરિયાવાળાઓને અવર-જવરમાં તકલીફ થતી હોવાથી ઉપરાંત સાંકળી શેરીના કારણે ટ્રાફિકજામ થતો હોવાથી આ કેસ કરેલ છે. તેથી બાદમાં આ કેસ પાછો ખેચી લેવા કહી ઝગડો કરી અને ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સોએ આ વૃદ્ધ તથા તેમના પત્ની પર હુમલો કરી દીધો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.