લાકડિયામાં નજીક ગજુવાંઢ નજીક એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

 copy image

 copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયા નજીક ગજુવાંઢ નજીક એક યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા ધારિયા, ધોકા વડે હુમલો કરી દેવામાં  આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે નાનજી મોતી કોળી નામના યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગજુવાંઢ જવાના કાચા રસ્તા પર પવનચક્કી નજીક બેઠો હતો તે દરમ્યાન તેનો ભાઇ  ધોકો લઇને તથા તથા બાઇક પર ધારિયું લઇને તથા અન્ય એક અજાણ્યો શખ્સ ત્યાં આવેલ હતા. ત્યાં આવી લીમડાવાળા ખેતરનું નામ ન લેજે તેમ કહી ફરિયાદી પર હુમલો કરી દીધો હતો.  બનાવમાં ઘાયલ થયેલ ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.