રાપર ખાતે આવેલ ગાગોદરમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર જુગારપ્રેમીઓ ઝડપાયા : ત્રણ ફરાર

copy image

copy image

રાપર ખાતે આવેલ ગાગોદરમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડેલ હતા ઉપરાંત અન્ય ત્રણ પત્તાપ્રેમીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મોડી રાત્રે ગાગોદરના નવાપરા વિસ્તારમાં મોબાઇલની લાઇટના અજવાળામાં અમુલ ઈશમો રૂપિયાની હાર જીતની રમત તમી રહ્યા હતા. તે દરમ્યાન ત્રાટકેલી પોલીસે અહીથી જુગાર રમતા ચાર ખેલીઓને ઝડપી પાડ્યા હતા તેમજ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 12,340 જપ્ત કર્યા હતા. પોલીસે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહીત કુલ રૂા. 82,340નો મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.