નખત્રાણામાં ટ્રકે હડફેટમાં લીધેલ બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત

copy image

નખત્રાણામાં બાઇકને ટ્રકે હડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું ગત દિવસે સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23/11ના સાંજના સમયે નખત્રાણાના વથાણ ચોકમાં હતભાગી યુવાન ટુ-વ્હીલર પર જઇ રહ્યો હતો, તે દરમ્યાન પાછળથી ટ્રકે ટક્કર મારતાં તે ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ સારવાર કારગત ન નીવડતાં ગત દિવસે સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.