ભચાઉમાં ઊંચા વ્યાજે પૈસા આપી વધુ નાણાં ઉઘરાવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

 copy image

 copy image

ભચાઉમાં ઊંચા વ્યાજે પૈસા આપી વધુ નાણાં ઉઘરાવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પી.જી.વી.સી.એલ. કચેરીમાં પટ્ટાવાળા તરીકે કામ કરનાર ફરિયાદીએ પત્નીનાં નામે દુકાન ભાડે લીધી હતી, જે માટે તેણે વોંધના શખ્સ પાસેથી રૂા. બે લાખ વ્યાજે લીધા હતા, જે પૈકી વ્યાજ સહિત અઢી લાખ પરત કરેલ હતા. જાણવા મળી રહ્યું છે કે પૈસા પરત આપી દીધા હોવા છતાં આ શખ્સ વધુ નાણાંની  માંગ કરતો હતો તેમજ બેંકનો સહીવાળો કોરો ચેક લઇ લીધો હતો.ઉપરાંત વધુમાં ફરિયાદીએ જણાવેલ કે, ઝેરોક્ષ મશીનની દુકાનમાં વધુ ખર્ચ હોતા તેને અન્ય શખ્સ પાસેથી ત્રણ લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા, જે પૈકી 60 હજાર કાપીને 2.40 લાખ ફરિયાદીને આપ્યા હતા.  ફરિયાદીએ તેના બદલામમાં એક લાખ આપી દીધા હતા. તેની પાસેથી સહીવાળો બેંકનો કોરો ચેક લઇ લેવાયો હતો તેમજ અન્ય ત્રીજા વ્યક્તિ પાસેથી 10 ટકા વ્યાજે 50 હજાર લેતાં તેમને 40 હજાર અપાયા હતા, તે રકમ પૈકી અમુક રકમ ફરિયાદીએ ભરી નાખી હતી, છતાં આ ત્રણેય શખ્સો ફરિયાદી પાસે વધુ જાડેજા પૈસાની માંગ કરી ધાક-ધમકી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ મથકે ફરરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.