મેઘપર બોરીચીમાં  24 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

 અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં  24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 24/11ના રોજ મેઘપર બોરીચીમાં બાપા સીતારામ મઢુલી સામે આવેલા બેન્સામાં બનેલ હતો. અહી આવેલ ઓરડીમાં રહેનાર 24 વર્ષીય રાસીદુર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.