ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ નજીકથી બે નશેડી તેમજ અન્ય એક પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં અસામાજીક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા બનતા ગુના અટકાવવા સારૂ સુચના આપેલ,

જે અન્વયે આજરોજ ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ પાસે ભુજ શહેર પોલીસ શી-ટીમ ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સ્વીફટ ફોર-વ્હીલર ગાડી જેની આગળ-પાછળ નબંર પ્લેટમાં ચેકચાક કરવામા આવેલ જે ગાડી શંકાસ્પદ લાગતા જેથી સદરહુ ગાડી ચેક કરતા તેમા ત્રણ ઇસમો બેઠેલ હોય અને જે ઇસમોની વારફરથી પુછપરછ કરાતા તેમાથી બે લોકો કેફી પીણુ પીધેલ હાલતમાં તથા એક ઇસમના કજામાથી ઇન્ગલીશ દારૂની બોટલ મળી આવેલ જેથી તે તમામ ઇસમો વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ ઇસમો:-

(૧) રામ શામજી ગાગલ ઉ.વ.૧૮ રહે.જવાહરનગર કનૈયાબે તા.ભુજ

(૨) સુમાર હાસમ નોડે ઉ.વ.૧૮ રહે. જવાહરનગર કનૈયાબે તા.ભુજ

(૩) સાહીલ ગની બાવા ઉ.વ.૧૮ રહે. જવાહરનગર કનૈયાબે તા.ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) સ્વીફટ ફોર વ્હીલર જીજે-૧૨-સીડી-૦૪૫૬ કી.રૂ.૩,૫૦,૦૦૦/-

(૨) ઇન્ગલીશ દારૂની બોટલ નંગ-૦૧ કી.રૂ.૫૦૦/-

ઉપરોકત કામગીરી કરનાર:-

આમ ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર પોલીસ શી-ટીમના પો.સબ ઇન્સ. યુ.ડી.ગોહીલ તથા એ.એસ.આઇ. શીતલબેન નાઇ તથા વુ.પો.હેડ.કોન્સ. રમીલાબેન શાહુ તથા ગાયત્રીબેન બારોટ નાઓ જોડાયેલા હતા.