6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર હૈવાન 35 વર્ષ માટે જેલમાં ધકેલાયો

copy image

copy image

6 વર્ષની માસૂમ સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી શખ્સને 35 વર્ષની શખ્ત કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમ 2021માં એક સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી શખ્સે જે-તે દિવસે 6 વર્ષની માસૂમ બાળકીને રૂમમાં લઇ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ફરાર થઈ ગયો હતો. 6 વર્ષની માસૂમ બાળકી પર કુકર્મ આચારનાર હૈવાનને 35 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ફરાર આરોપીને કડોદરા પોલીસે ઝડપી જેલના હવાલે કરી દીધો છે. જાણવા મળી રહ્યું છે કે કડોદરા પોલીસે તેને ઝડપી લઇ તપાસ કરી અને પુરાવા સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. બારડોલી સેશન્સ કોર્ટના જજે આ મામલે ન્યાયપૂર્ણ ચુકાદો આપતાં આરોપી શખ્સને 35 વર્ષની કેદ અને ₹15,000 દંડ, પોક્સો 6 હેઠળ 20 વર્ષની કેદ અને ₹10,000 દંડ તથા પોક્સો 8 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5,000 દંડની સજા ફટકારી છે.આરોપી શખ્સને 35 વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. આવા હવસખોરો માટે જેટલી સજા સખત હોય તેટલી ઓછી છે. આ હવસખોરોને તો જાહેર જનતાની વચ્ચે ગોળીબારી કરી વીંધી નાખવા જોઈએ તેવું લોકો આવા અધર્મીઓ વિશે જણાવે છે.