ભુજના બહુમાળી ભવનના બીજા માળે આગની જ્વાળાઓ ફાટી નીકળતાં ધોડદામ મચી : સદભાગ્યે કોઈ મોટી નુકશાની નહીં

copy image

ભુજના બહુમાળી ભવનના બીજા માળે આગની જ્વાળાઓ ફાટી નીકળતાં ભારે ધોડદામ મચી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરમાં આવેલ બહુમાળી ભવનના બીજા માળે કલેક્ટર કચેરીના જીસ્વાનના સર્વર રૂમમાં એલ્યુમિનિયમ પાર્ટીશન લાગેલાં છે, જેમાં એક તરફ સર્વર રૂમ છે અને પાર્ટીશનની બીજી તરફ ફેમિલી કોર્ટનો જૂનો રેકર્ડ તથા અન્ય જૂનું રાચરચીલું રાખેલ હતું, જ્યાં કોઈ કારણોસર ગત દિવસે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે નગરપાલિકાના ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આગ સર્વર રૂમ સુધી પહોંચે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવાઈ લેવાયો હતો. સતર્કતા ખાતર વધુ નુકસાની ટાળવા પાવર સપ્લાય તુરંત બંધ કરી દેવાયો હતો. આ ઘટનામાં કોઈ મોટી નુકશાની થઈ ન હતી.