રાપર ખાતે આવેલ ભુટકિયા નજીક છોટા હાથીના ચાલકે બાઇકને હડફેટમાં લેતા સર્જાયો અકસ્માત : બાઇક પર સવાર કાકા-ભત્રીજીના મોત

copy image

copy image

  રાપર ખાતે આવેલ ભુટકિયા નજીક છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત વર્ષીય માસૂમ બાળકી તેમજ તેના કાકાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુટકિયામાં રહેનાર મનજી રબારી તથા તેના બહેન જીવતીબેન અને ભત્રીજી સતીબેન રાપરના પ્રાગપરથી ભુટકિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી પુરપાટ આવી રહેલ છોટા હાથીના ચાલકે બાઇકને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જીવતીબેન ફંગોળાઇને માર્ગની બાજુમાં પડયા હતા, જ્યારે  બાળકી અને તેના કાકા છકડા નીચે આવી જતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ કાકા-ભત્રીજીના મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે છકડા ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.