ચાલુ બાંધકામ મકાનનાં માલિક કામ અર્થે બારે ગયા અને પાછળથી લાઇટ ફિટિંગનું સામાન તસ્કરો ઉઠાવી ગયા

 copy image

copy image

ભુજમાથી મકાનના ચાલુ બાંધકામના લાઇટ ફિટિંગના 31 હજારના સામાનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે મુસ્તાકભાઇ લતીફભાઇ ખત્રી દ્વારા ગત દિવસે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ચોરીના મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર હિના પાર્કમાં ફરિયાદીના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ મકાન અંગે લાઇટ ફિટિંગનો જરૂરી સામાન વાયર, રોપલાઇટ, એલઇડી લાઇટ, મિક્સ વાયરના ગૂંચડાં, કેબલ વાયર વિગેરે કિં.રૂા. 31,070નો સામાન અહી રાખવામા આવેલ હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર તેમને કામ અર્થે મુંબઇ જવાનું થતાં પરત આવીને જોતાં આ સામાનની ચોરી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. નોંધાવેલ ફરિયાદ મુજબ આ ચોરી ગત તા. 6/11થી 18/11 વચ્ચે થઈ છે. પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈશમો  વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.