રાપરમાં ભાઈએ જ ખોટા દસ્તાવેજ ઊભા કરી સગા ભાઈની જમીન પચાવી પાડવાની કરી કોશિશ

copy image

રાપરમાં ભાઈ જ બીજા ભાઈની જમીન પચાવી પાડવાની કોશિશ કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરમાં વિલ વસિયતમાં મળેલી જમીન અંગે ખોટા દસ્તાવેજ ઊભા કરવા અંગે ભત્રીજાએ પોતાના સગા કાકા વિરુદ્ધ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પિતાએ 2021માં રાપરના ગેલીવાડીમાં જમીન ખરીદેલ, જેમાં આપણો અડધો ભાગ છે તેવી વાત કરતાં ફરિયાદીએ તપાસ કરતાં જમીન પર તેના કાકાએ મકાનો બનાવ્યાં છે તથા ખરાની જમીન પર દુકાનો તથા સમાજવાડી બનાવવામાં આવેલ છે.વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીએ કાકા પાસે હિસ્સો માગતાં તમારો કોઇ ભાગ-હિસ્સો ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ મામલતદાર કચેરીમાંથી આર.ટી.આઇ. હેઠળ કાગળ કઢાવતાં તેમાં તેમના દાદાએ જમીન ખરીદી રજિસ્ટર્ડ દસ્તાવેજ વિલ વસિયતનામું કરાવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી દીધી છે.