રાપર ખાતે આવેલ ભુટકિયામાં પત્નીના હત્યારાના જામીન નામંજૂર

copy image

copy image

 રાપર ખાતે આવેલ ભુટકિયામાં પત્નીની હત્યા નીપજાવનારા આરોપીના જામીન નકારાયાં છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત માર્ચ મહિનામાં કામ કરવા બાબતે બોલાચાલી કરીને આરોપી શખ્સે તેની પત્ની પર છરી વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી. આ કેસમાં પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરવામાં આવેલ હતી.જાણવા મળી રહ્યું છે કે આ ગુના કામેના આરોપી શખ્સે  ભચાઉની કોર્ટમાં જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ જામીન અરજી નામંજૂર કરી હતો હતી.